________________
સુરસુંદરી ચરિત્ર
૧૬૯ પિતાનું હિત સાધી શકતા નથી. તેમજ પાપકર્મમાં ઉદ્યક્ત થયેલાઓને ધર્મપ્રાપ્તિ દુર્લભ થઈ પડે છે.
જેઓનું હદય પાકિયામાં આસક્ત હોય, તેઓના ચિત્તમાં ધાર્મિક કથાઓ બલકુલ સ્થાન પામતી નથી.
ગળીમાં રંગેલા વસ્ત્ર ઉપર કુંકુમનો રંગ ચઢાવવો કેઈ ધારે તે પણ તે ચઢી શકતો નથી.”
અહીં આશ્ચર્ય એ છે કે, આવા બુદ્ધિમાન્ પુરૂષ પણ આવાં અધમ જનને લાયક કાર્ય કરતાં બીલકુલ અચકાતા નથી.
આનું મૂલ કારણ તે માત્ર વિષયવાસના જ છે, જેથી આ ઉત્તમ મનુષ્ય દેહ મળવા છતાં પણ તુચ્છ વસ્તુના મેહથી કેવી પાપપ્રવૃત્તિમાં પડવું પડે છે !
કુમાર્ગમાં પડેલા પ્રાણીઓ પાપકાર્યોમાં પુરતો પ્રયાસ કરે છે, તેમજ કેઈ સજનને પ્રસંગ પ્રાપ્ત થાય છતાં પણ તેઓ ધર્મનું આચરણ કરતા નથી. એ મોટું એક આશ્ચર્ય આ મનુષ્યલોકમાં જોવા મળે છે.
સ્વાભાવિક પ્રાપ્ત થયેલા દૂધનો ત્યાગ કરી કેટલાક જને વિષપાનમાં રૂચી ધરાવે છે.
મૂઢ પુરૂષની બુદ્ધિ પાપનું જ આચરણ કરે છે.
હે ભવ્યાત્માઓ ! જેના હૃદયમાં બીલકુલ દયા ન હોય તેવો અધમ પુરૂષ પાપ કરતાં છેવટ સુધી અટકતો નથી.