________________
સુરસુંદરી ચરિત્ર
૧૬૭ તેઓ ગુણાનુરાગિણી હેય છે.” માટે મારે અહીં વિવેકી થવું જોઈએ.
એમ મેં વિચાર તે કર્યો, પરંતુ ચિત્તની વ્યાકુળતને લીધે હું અનુચિત વિકલ્પ કરવા લાગ્યા. દુર્વિકલ૫,
અરે ! મારા દેખતાં મારી સ્ત્રી પારકાના હાથમાં ગઈ અને દેવવાણીની આશામાં પડી રહીને મેં કઈ જાતનો ઉપાય પણ કર્યો નહીં. વળી હાલમાં કોઈપણ અન્ય ઉપાય કરવાની મારી શક્તિ નથી.
તેમજ આ પ્રમાણે કાર્ય થયું તે પણ મારે તેના પ્રત્યે ગાઢ બંધાયેલો અનુરાગ કેઈપણ રીતે તુટતું નથી. ઉલટ પ્રતિસમયે વિરહને લીધે સંતાપ વધતો જાય છે.
તેમજ જેને લાભ થવો અશકય હોય છે, તે મનુષ્ય ઉપર જે પુરૂષ અનુરાગ કરે છે, તે નાની તળાવડીના પાણીની માફક પ્રતિદિવસ શેષાઈ જાય છે, માટે દુપ્રાપ્ય વસ્તુની વાંછા કરવી તે દુઃખજનક છે.
આજ સુધી પ્રિયાને સમાગમ થશે, એવી આશા મને છોડતી નહોતી, પરંતુ આજે તે તે સંબંધી સર્વ મારો વિચાર નિમૅલ થઈ ગયો. જેથી મારું હૃદય પ્રચંડ દુઃખથી ઘેરાઈ ગયું, હવે મારે તેને કેવી રીતે સ્થિર રાખવું, તેનું પણ મને બીલકુલ ભાન રહ્યું નહીં.
તેથી ચિંતા કરવા લાગ્યું કે, હવે મારે શું કરવું? અથવા અહીં બહુ વિકલ્પ સંકલ્પ કરવાની જરૂર