________________
સુરસુંદરી ચરિત્ર
૧૨૭ દેવને ઉપાલંભ
ક્ષણમાત્રમાં પ્રિયાના સંગમને મારો મનોરથ નષ્ટ કરવામાં કેવી એણે કમ્મર કસી છે ! જુઓ? દુર્દેવનું કર્તવ્ય કંઈ પણ હવે બાકી રહ્યું? અથવા હર્ષ સહિત અભિલાષામાં ઉઘતું થયેલું હૃદય કંઈ અન્ય ચિંતવે છે અને દૈવનિયેગથી કાર્યારંભ કેઈ અન્ય પ્રકારને જ પરિણમે છે.
વળી એ કન્યા કયાં? અને હું કયાં? અમારા બનેને આટલો બધો દઢ સ્નેહબંધ પરસ્પર કયાંથી થયો? પરંતુ હતાશ એવા વિધિએ આ સર્વ ખેલ બગાડી નાખ્યો.
હે દેવ ! પ્રથમથી જ જે તારી આ પ્રમાણે કરવાની બુદ્ધિ હતી, તે પહેલાં મારે એણની સાથે દષ્ટિમેળાપ શા માટે તે કરાવ્યો ?
રે! હતાશ દેવ! ગાઢ પ્રેમસહિત તેણીનું દર્શન મને કરાવીને તે મૃગાક્ષીની અન્ય રાજાની સાથે યોજના કરતાં શું તને કંઈ પણ લજજા નહીં આવી?
અરે ! આવા અયોગ્ય કાર્યમાં અધમ માણસ પણ વિચારશીલ થાય છે, તે શું તને કંઈ પણ વિચાર નથી ? અસ્તુ દૈવગતિ બળવાન છે.
વળી આ મારાં નેત્રોની ઉપર વજપાત થવો જોઈએ, અથવા એનાથી પણ કંઈ કઠીન વસ્તુ પડવી જોઈએ.