________________
૧૪
-
સુરસુંદરી ચરિત્ર આ પ્રમાણે કેવળી ભગવાનનું વચન સાંભળી મને ઘણે આનંદ થયે, એટલામાં ગધવાહન રાજા મુનીને વંદન કરી ઉભો થયો. પછી હું પણ તે રાજાની સાથે તે નગરમાં આવ્યો. કનકમાલાની માગણી
ત્યારપછી રાજાએ બહુ માનપૂર્વક મને કહ્યું, હે રાજન્ ! કનકમાલા નામની તમારી પુત્રી તમને બહુ જ વહાલી છે, છતાં પણ તમારે તે કેઈક પુરૂષને આપવી તે પડશે, કારણ કે એ લૌકિક વ્યવહાર છે, તે માટે આપને કહેવાનું એટલું જ છે કે, આપની કનકમાલા પુત્રી આ મારા નવાહનને તમે આપો. જેથી તેનો વિવાહ મહોત્સવ કરી તેને હું મારા સ્થાનમાં સ્થાપન કરી પિતાના ચરણકમળની સેવામાં તત્પર થાઉં. અર્થાત્ દીક્ષા ગ્રહણ કરી હું મારો જન્મ સફલ કરૂં. - ત્યારપછી મેં કહ્યું, હે મહારાજ ! આ સંબંધી આપને કંઈ પણ કહેવાની જરૂર નથી. આપને પુત્રી આપવી એમાં શી મોટી વાત છે? મારા પ્રાણ પણ આપના સ્વાધીન છે.
તે પુત્રીને પણ ધન્યવાદ છે કે, જે આપની પુત્રવધૂ થશે. વળી આ પ્રમાણે સંબંધ થવાથી શ્રી કેવળીભગવાનની વાણું પણ સફલ થશે, કારણ કે, તેમણે કહ્યું છે કે, વૈતાઢયગિરિમાં જે વિદ્યાધરોને ચક્રવત્તી રાજા થશે તે જ