________________
૧૪૬
સુરસુંદરી ચરિત્ર ઈરછા કરે છે કે કેમ ? તેમ કરવાથી તેનું તાત્પર્ય જરૂર તારા સમજવામાં આવશે.
વળી તેમાં પણ તારે એવી યુક્તિ કરવી કે, બહુ જ અતિશયોક્તિ ભરેલા ગુણે વડે નવાહન રાજકુમારની પ્રશંસા વધારે કરવી અને ચિત્રવેગની જેમ બને તેમ નિંદા કરવી. એમ કરીને પણ નવાહનની સાથે તે બાળ લગ્ન કરે તેવું કાર્ય તું કર.
ત્યાર પછી મેં કહ્યું, હે સ્વામીની ! શું તું પિતાની પુત્રીને મને ગત વિચાર નથી જાણતી? જેથી મને આ પ્રમાણે તું આદેશ આપે છે?
વળી તે અન્ય પુરુષની સાથે પરણવાનું કબુલ કરે તે વાત તો દૂર રહી, પરંતુ તે આવી વાત સાંભળીને પણ જરૂર પિતાના પ્રાણ છોડી દેશે.
આ પ્રમાણે મારું વચન સાંભળી એકદમ તેણીના નેત્રોમાંથી કજજલ સહિત અશ્રુની ધારાઓ વહેવા લાગી, જેથી તેનાં ગંડસ્થલ ભઈ ગયાં.
મહાન દુઃખના આઘાતથી વિહલ બની ચિત્રમાલા બેલી, હે ભદ્ર! તું જે બેલે છે, તે જ પ્રમાણે મારા હૃદયમાં પણ મને સત્ય ભાસે છે. પરંતુ હતાશ વિધિના વિપરીતપણાથી આપણા ઉપર આ અતિ દુષ્કર દુખ આવી પડયું છે, દેવની આગળ કેઈનું સામર્થ્ય ચાલી શકતું નથી.