________________
૧૫૨
સુરસુંદરી ચરિત્ર જનની સાથે મારે પુણ્યરહિત અને દુર્ભાગિણીને સમાગમ ન થયે. તે સર્વ હતાશ દુર્દેવનો જ વિલાસ છે.
અરે! સમાગમનું સુખ તે દૂર રહ્યું, પરંતુ તેના દર્શનની આશા પણ દુર્લભ થઈ ગઈ.
તેના વિગજન્ય દુઃખને લીધે ફુટી જતું હૃદય મેં હજી સુધી ધારી રાખ્યું છે, માટે હે હ્રદય ! શું હજી તને કઈ પણ આશા છે કે જેથી ક્ષણમાત્ર દેખેલા સ્વામીના વિયાગરૂપ વજન વડે તું ભેદાયેલું છે, છતાં પણ હજુ તું જલદી ફુટી જતું નથી. -
પતિને વિરહ કરાવનાર એવું પિતાનું વચન સાંભળીને હે હૃદય ! તું શત ખંડ નથી થતું; એ ઉપરથી હું એમ માનું છું કે, વજથી જ તારી ઘટના થયેલી છે.
માતા અને પિતાને પણ હું બહુ પ્રિય છું; એ પ્રકારને જે ગર્વ મારા હૃદયમાં હતા તે પણ હાલમાં ઉતરી ગયો.
હે પુત્રી ! “આ કાર્ય બહુ સુગમ છે, એ સંબંધી તારે કંઈ પણ વિષાદ કર નહીં,” એવાં વચને વડે અત્યાર સુધી મને મારી માતાએ છેતરી.
હે પુત્રી ! જેની ઉપર તારી ઈચ્છા હશે, તેની સાથે તારૂં લગ્ન કરાવીશ.” આ પ્રમાણે પિતાએ કહેલું હતું, છતાં પણ પિતાનું વચન તેમણે આજે અન્યથા કર્યું.
મારૂં વૃત્તાંત જાણતા છતાં પણ પિતા જે અન્યથા