________________
સુરસુંદરી ચરિત્ર
૧૫૧ બહુ પત્રોથી છવાઈ ગયેલા એક તમાલ વૃક્ષની નીચે બેઠેલી તે બાલા મારા જેવામાં આવી.
તે પ્રસંગે તે બાલા પિતાના હૃદયમાં કંઈ પણ વિચાર કરતી હોય તેમ દેખાતી હતી.
નેત્રોમાંથી ખરતાં સ્કૂલ આંસુઓ વડે તેનાં ગંડસ્થલ ભીંજાઈ ગયાં હતાં.
પિતાને ધારેલો વિચાર પાર નહીં પડવાથી બહુ દુઃખને માનતી અને બહુ વ્યાકુળતામાં આવી પડેલી એવી તે કનકમાલા મારા જેવામાં આવી.
વિચાર કર્યો, પિતાનું ઘર છોડીને આ એકલી અહી' ઉદ્યાનમાં આવી છે, માટે એ મને ન જોઈ શકે તેવી રીતે અદૃષ્ટ રહી હું જોઉં.
પિતાના પિતાનું વચન સાંભળી જાયે છે સમગ્ર વૃત્તાંતને સાર જેણીએ એવી આ બાલા શું કરે છે?
એમ વિચાર કરી મૌન મુખે ગુપચુપ એક કેળના થાંભલાની પાછળ રહી એક ક્ષણવાર હું તપાસ કરૂં છું; તેટલામાં ત્યાં જે કંઈ હકીકત બની તે તમે સાંભળે. કનકમાલાને પશ્ચાત્તાપ
બહુ લાંબે નિ:શ્વાસ મૂકી કનકમાલા બાલવા લાગી
હવે હાલમાં બહુ સંક૯પ વિકલ્પ કરવાથી કંઈ પણ વળવાનું નથી. તો શા માટે મારે નકામે કાળક્ષેપ કરો? બહુ વખત ઘણે વિચાર કર્યો છતાં પણ તે ઈષ્ટ