________________
સુરસુંદરી ચરિત્ર
૧૫૫ મારી જીભ ચાલી શકી નહીં; મારા શરીરના સર્વ સંધીઓ સ્થિર થઈ ગયા.
ત્યારબાદ કનકમાલા તમાલ વૃક્ષની શાખાએ ચઢીને પિતાના ઓઢવાના વસ્ત્રને એક છેડે શાખાએ બાંધે અને બીજે છેડે પિતાને ગળે બાંધ્યો.
ત્યારપછી તે ક્ષમાપૂર્વક બાલવા લાગી, હે જનની! બાલ્યાવસ્થાથી આરંભીને જે કંઈ મારાથી તારો અપરાધ કરાયો હોય તે સર્વની તારે મારા ઉપર ક્ષમા કરવી.
હે તાત! સ્નેહને લીધે પ્રથમ જે કાંઈ આપને મેં કલેશ આપ્યો હોય, તે સર્વ મારા અપરાધની હાલમાં આપ ક્ષમા કરશે. કારણ કે, હવે હું પરલોકમાં પ્રયાણ
જનની સમાન હાર્દિક નેહને ધારણ કરતી એવી હે સેમલતે ! તારે પણ જે કંઈ અપરાધ મારાથી કરવામાં આવ્યો હેય તેની તારે પણ ક્ષમા કરવી.
ઉત્તમ સ્નેહને ધારણ કરતી એવી હે સખીઓ ! જે કંઈ મારાથી આપને અવિનય કરાયો હોય તેની તમારી પાસે હું ક્ષમા માગું છું.
ક્ષણમાત્ર દૃષ્ટિગોચર થયેલા અને હદયની અંદર રહેલા એવા હે વલ્લભ ! આપ મારું વચન સાંભળે?
હે સ્વામિન ! પ્રાણ ત્યાગના સમયે મારે કંઈક પ્રાર્થના કરવાની છે.
તમારા સમાગમથી રહિત એવી મેં મંદ ભાગિનીએ