________________
સુરસુંદરી ચરિત્ર
૧૫૩
કરવા ધારે છે, તેા પછી મારી મનાવાંછિત સપત્તિના સભવ કર્યાંથી થાય?
હું હૃદય ! આ પ્રમાણે તું જાણે છે, છતાં પણ આશાને કેમ છેાડતું નથી ? જેથી હજુ પણ ઈષ્ટજનના સમાગમમાં ઉત્કંઠિત થયેલા જીવિતને તું ધારણ કરે છે ? પેાતાના સ્વામિના તાબામાં રહેલા તાતના પણ આ બાબતમાં કેાઈ પ્રકારના દોષ નથી. કારણ કે, લેાકમાં પણ પ્રસિદ્ધપણે આ વાત સભળાય છે કે, સેવકભાવ એ ખરેખર દુઃખદાયક છે.
કેટલાક પંડિતાએ સેવાવૃત્તિને કુતરાની વૃત્તિસમાન કહેલી છે, પર`તુ તેઓનુ કહેવુ તે યથાર્થ નથી. કારણ કે; કુતરા તા પૂંછડા વડે પેાતાના પાલકને પ્રીતિ ઉપજાવે છે અને સેવક તા મસ્તક વડે ચાટુપણું કરે છે. માટે ભૃત્યવૃત્તિ બહુ કઠિન છે અને તેમાં કાઈ પણ પ્રકારનું સુખ નથી.
સેવકને સ્વપ્નમાં પણ સુખને! પ્રસ`ગ મળતા નથી; કારણ કે, જો તે ચૈનમુખે રહે તે મૂખ ઠરે છે.
બાલવામાં કુશળ હાય તા તે વાચાલ ગણાય છે, ક્ષમા વડે થાડુ ખેલે તેા તે ખીચ્છુ ગણાય છે. કેાઈનું વચન સહન ન કરે તેા તે ઘણું કરીને ઉલ્લ‘ઠ ગણાય છે.
તે સ્વામીની પાસે રહે તે ઉદ્ધત ગણાય છે અને જો દૂર રહે તે સામાન્યતામાં લેખાય છે.