________________
સુરસુંદરી ચરિત્ર
૧૫૭ -
આકાશવાણી ' હે ભદ્રે ! બહુ ઉત્સુક થઈ તું આવું સાહસકાર્ય મા કર! મા કર !! તે ચિત્રવેગ જ તારો ભર્તા થશે, એમાં કેઈ પણ સંદેહ નથી.
હે સુંદરી! તેજ લગ્નના દિવસે તેની સાથે તારૂં પાણિગ્રહણું થશે; માટે એ સંબંધી કિંચિત્ માત્ર પણ તારે વિષાદ કરવો નહીં,
એમ આકાશવાણ થયા બાદ તરત જ તેને પાશ. તુટી ગયે; એટલે હું પણ ભયમાંથી મુક્ત થઈ અને મારૂં શરીર પણ શુદ્ધિમાં આવ્યું, જેથી હું તેની પાસે ગઈ.
ત્યારબાદ તે કનકમાલા મને જોઈ લજિત થઈ નીચે મુખે જોઈ રહી.
પછી મેં કહ્યું કે, હે પુત્રી ! તારાં માતાપિતા વિગેરેને બહુ દુઃખદાયક એવું આ સાહસ કરવું તને યેગ્ય નથી. વળી આત્મઘાત કર, એ મેટું પાપ ગણાય છે.
જેએ મેહબુદ્ધિથી મુઝાઈને આપઘાત કરે છે, તેઓ બહુ દુઃખી થાય છે, એટલું જ નહીં પરંતુ તેને. ચિરકાલ નરકની વેદનાઓ સહન કરવી પડે છે.
આત્મહત્યાથી થયેલા પાપની નિવૃત્તિ થવી બહુઅશક્ય છે, જેથી તે આત્મહત્યા વાલેપસમાન ગણવામાં આવી છે. તે પછી આવી અસહ્ય વેદનાઓની આગળ. આ તારૂ દુઃખ શા હિસાબમાં છે? તેથી તું સ્વ૫. દુઃખને માટે આ અકૃત્ય કરવા તૈયાર થઈ હતી.