________________
-૧૫૮
. સુરસુંદરી ચરિત્ર શ્રીનિંદ્ર ભગવાને કહેલા, મોક્ષ સુખના કારણભૂત એવા વિશુદ્ધ ધર્મના સ્વરૂપને વિષયમાં વ્યામૂઢ થયેલો જે પ્રાણી જાણતું નથી, તે મનુષ્યલોકમાં અતિ નિદિત
એ આત્મઘાત કરવામાં બીલકુલ વિચાર કરતા નથી. - અર્થાત્ તે આત્મઘાત કરે છે.
પરંતુ તે સુભગ ! તું કંઈ તેવી અજ્ઞાત નથી, જેથી આ અકૃત્ય તારે કરવું પડે છે? ધર્મની વાત તે હૂર રહી.
પરંતુ તેમાં પણ આમ કરવાથી કેટલી ખરાબી દેખાય ?
વળી તારાં માતાપિતાને આ વાત સાંભળીને કંઈ દુઃખનો પાર રહે ખરો ?
ત્યારબાદ તે બેલી. હે અંબે ! આવા અસહા દુઃખના સમયે અમારા સરખાંને મરણ સિવાય અન્ય ઉપાય છે કરવું ? - વલ્લભને વિરહ વેઠવા કરતાં મરણ કરવું, એ કંઈક સારું છે. કારણ કે, વિરહ દુઃખ અમને બહુ જ અસહ્ય લાગે છે.
મરણનું દુઃખ તે એક જ વાર છે, કે જેથી સર્વ દુઃખ તેની અંદર સમાપ્ત થાય છે. માટે એની શ્રેષ્ઠતા અમને માલુમ પડે છે.
ત્યારબાદ મેં તેણીને પૂર્વોક્ત સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. વળી ફરીથી પણ મેં કહ્યું કે,
હે પુત્રી ! હાલમાં તારું પરિહાસ થાય તેવું કરવાથી