________________
• ૧૫૬
- સુરસુંદરી ચરિત્ર આ જન્મ તે વ્યતીત કર્યો, પરંતુ તે સ્વામિન્ ! અન્ય “ભવમાં તમે જ મારા પ્રાણેશ્વર થશે.
હે સ્વામિન્ ! અન્ય પણ મારે આપને કહેવાનું છે. - જો કે, આ મારૂં વચન બહુજ નિષ્કર છે, તે પણ આપની આપત્તિને દૂર કરવા માટે ખાસ મારે કહ્યા વિના ચાલે તેમ નથી.
મારા પ્રાણથી પણ અધિક પ્રિય એવા હે સ્વામિન્ ! મારા હૃદયમાંથી હવે તમે નીકળી જાઓ.
કારણ કે, મેં ગળામાં પાશ નાખે છે, તેથી હવે કંઠના રોધથી તમે પછી નીકળી શકશે નહીં, માટે જલદી તમે ચાલ્યા જાઓ.
હું માનું છું કે, દુષ્ટ દૈવને મારા મરણ સંબંધી બીજુ કંઈ પણ કારણ મળી શકયું નહીં; તે માટે તમારી સાથે મારા દર્શનને યોગ તેણે કર્યો.
હે વન દેવતાઓ! કૃપા કરી મારું એક વચન તમે સાંભળે.
આપના પ્રસાદથી જન્માંતરમાં પણ ક્ષણમાત્ર એલો અને ઈષ્ટ એ પુરૂષ મને પ્રાપ્ત થાઓ, પરંતુ અન્ય કઈ ન થાય એવી હું પ્રતિજ્ઞા કરું છું. એમ સર્વની ક્ષમાપના માગી તેણીએ પિતાને દેહ તે શાખા ઉપરથી એકદમ નીચે મુખે લબડતે મૂક્યા.
તે સમયે આકાશવાણી થઈ.