________________
૧૫૦
સુરસુંદરી ચરિત્ર થાય એવા કોઈ પણ ઉપાયો કરીને કનકમાલાને તું સમજાવ
તે સાંભળી તરત જ હું ત્યાંથી ઉભી થઈ અને કમકમાલાના આવાસમાં ગઈ; તે ત્યાં ચંદન નામે તેની એક દાસી હતી; મેં તેને પૂછયું, હાલમાં કનકમાલા ક્યાં છે ? તેણીએ કહ્યું કે, એ તે આ આપણા પ્રાસાદના ઉપરના માળથી નીચે ઉતરીને નિસ્તેજ મુખે આપણા ગૃહઉદ્યાન તરફ ગઈ છે.
તે સાંભળતાં જ મારા મનમાં એવો વિક૯૫ થયે કે, જરૂર એણીએ અલક્ષ્ય રીતે ત્યાં ઊભા રહીને પોતાના પિતાનું વચન સાંભળ્યું હશે, તેથી જ વિછાય મુખ કરી આ બાલા ઉદ્યાનમાં ગઈ હશે, એમ મારા સમાજવામાં આવે છે.
ત્યાં જઈ તે બાલા કંઈ પણ આત્મઘાતાદિક વિરૂપ ન કરે તેટલામાં, જલદી ત્યાં જઈ હું તેને નિવારણને કેઈ પણ ઉપાય કરું.
એમ વિચારતી હું તેની પાછળ ચાલી અને ચારે તરફ તેની શોધ કરતી હું તે ગૃહઉદ્યાનમાં ગઈ
ત્યાં ગાઢ તરૂવરોને લીધે દષ્ટિ પ્રસાર પણ સુખેથી ન થઈ શકે, તેવા પ્રકારના લતા મંડપ હોવાથી એકદમ તેને પત્તો મને લાગ્યો નહીં, તેથી હું આમ તેમ ફરવા લાગી.
અનુક્રમે જોતાં જોતાં વિશાલ પત્રોથી સુશોભિત એવાં કદલીગૃહને લીધે બહુ રમણીય એવા એક પ્રદેશમાં