________________
૧૪૭
સુરસુંદરી ચરિત્ર નિરપરાધી એ પેલો મૃગલો વનમાં શુષ્ક ઘાસ ચરતા હતા, તેવામાં ત્યાં કેઈ એક પારધીની જાળમાં પકડાઈ ગયો.
પારધી આમ તેમ અન્ય મૃગોની શોધમાં ફાંફાં મારતું હતું, તેટલા અરસામાં તે મૃગલાએ દાંતથી પાશને કાપી નાખ્યો અને કુટરચનાવાળી તે જાળને પિતે ભાંગી નાખીને એકદમ જીવ લઈ ત્યાંથી તે નાઠો.
આગળ ચાલતાં ચેતરફ ભયંકર અગ્નિની જવાળાએથી વ્યાપ્ત એવું એક ભયંકર વન આવ્યું તેમાંથી પણ પોતાને બચાવ કરી તે મૃગલો મહામુસીબતે દૂર નીકળી ગયો.
સમયમાં ત્યાં ધનુષબાણ ચઢાવી કેટલાક શિકારી લેકે તૈયાર થઈ ઉભા હતા. તેઓના મારને પણ અતિ શીધ્રગતિથી બચાવ કરી તે આગળ ઉપર દોડવા લાગે;
પરંતુ છેવટે દુઃખને માર્યો તે મૃગલો અણધાર્યો ગભરાટથી કૂવામાં પડ્યો અને તરત જ મરણ પામે.
જુઓ! પિતાના દુઃખના ઉદ્ધાર માટે આ મૃગલાએ કેટલા ઉપાય કર્યા ? પરંતુ દેવ જ્યાં વિપરીત હોય ત્યાં પુરુષ પ્રયત્ન શું કરી શકે?
આ દુનિયામાં સુખ તથા દુઃખને આધાર તે પ્રાયઃ દેવના ઉપર જ રાખવામાં આવે છે, જે એમ ન હોય તે વસંત ઋતુમાં દરેક વૃક્ષો ફલકૂલ અને પત્રાદિકથી વિરાજીત થાય છે, પરંતુ કેરડાનું ઝાડ પત્ર વિનાનું તેવું