________________
૧૩૯
---
- સુરસુંદરી ચરિત્ર | હે મુનદ્ર! આપ કેવલજ્ઞાનના પ્રભાવથી લેાકાલેકમાં રહેલા સર્વ પદાર્થોને સાક્ષાત્ જાણે છે તથા દેખે છે. તે મારા એક સંદેહને દૂર કરો.
રૂપ, ગુણ, લાવણ્ય અને વિજ્ઞાનથી સંપૂર્ણ એવી મારે એક પુત્રી છે. તેનું નામ કનકમાલા છે અને તે મારા પ્રાણથી પણ મને બહુ વહાલી છે. તે એ કન્યાને મને ભીષ્ટ સ્વામી કેરણ થશે ?
' હે ભગવન ! આ ચિંતાને લીધે હમેશાં મારૂં હૃદય પીડાયા કરે છે. જેથી સુખની પ્રવૃત્તિ અણુમાત્ર પણ મારી નજરે આવતી નથી. માટે મારું મન શાંત થાય તેવી રીતે આ પ્રશ્નને ઉત્તર કૃપા કરી આપ મને કહો કે
તેને ભર્તા કઈ વિદ્યાધર થશે? કે કેઈ અન્ય થશે? હે સુતનુ ! આ પ્રમાણે મારો પ્રશ્ન સાંભળી શ્રીકેવલી ભગવાને મને કહ્યું,
હે રાજન્ ! આ તુચ્છ બાબતમાં કિંચિત્ માત્ર પણ તું ખેદ કરીશ નહીં, કારણ કે, તે કન્યાને ભર્તા કઈને કઈ મળી જવાને, ન મળે તેમ બનવું અશક્ય છે
વળી વિશેષે કરી આ બાબતમાં એટલું તારે ધ્યાનમાં રાખવું કે, આ વૈતાઢા પર્વતમાં સર્વ ગુણ સંપન્ન વિદ્યાધરનું ચકવર્તાિપણું જે પાલન કરશે
તે વિદ્યાધરેંદ્ર આ તારી પુત્રીને ભર્તા થશે અને પૂર્વભવના નેહથી બંધાયેલી તારી પુત્રી તે વિદ્યાધરેંદ્રને પિતાના પ્રાણથી પણ અધિક પ્રિય થશે તેમજ તેના સમસ્ત અંતઃપુરમાં તિલક સમાન તે મહાદેવી થશે.