________________
૧૩૭
સુરસુંદરી ચરિત્ર વિષય સુખ પણ પરિણામમાં દારૂણ દુ:ખ આપનાર એવા નરકાદિ દુઃખોનો હેતુ થાય છે.
આરંભ અને પરિગ્રહથી સંચિત એવા પાપને જ તે પરિણામ છે.
વળી તે પરિણામ અતિ ભયંકર એવા બંધ વડે જીવોને અસહ્ય પીડાને આપનાર થાય છે, છતાં મિથ્યા વિકલ્પના વશથી તે સર્વ સુખ રૂ૫ ભાસે છે.
તેમજ અહર્નિશ પ્રવૃત્ત થયેલે મૃત્યુ રૂ૫ સુભટ પ્રાણીઓના સમુદાયને ખેંચી લે છે.
આ પ્રમાણે સંસારની સ્થિતિ છતાં, હે ભવ્યાત્માઓ! સમ્યક પ્રકારે તમે વિચાર કરે –સદ્દબુદ્ધિ પામવાનું ફલ માત્ર એટલું જ છે કે, ધર્મ તત્વોનો વિચાર કરો જોઈએ, જેથી આત્મોન્નતિ થાય.
તેમજ આ મનુષ્ય દેહને સાર એ છે કે, અનેક પ્રકારનાં વ્રત પાલન કરવાં.
વળી અનેક પ્રકારના યોનેથી મેળવેલા ધનને સાર એટલે જ સમજવાને છે કે, સુપાત્રને સદબુદ્ધિથી દાન આપવું.
અને વાણુનું ફલ એ છે કે, કેઈપણ પ્રાણુને શ્રવણ કરનારને અપ્રીતિ થાય નહીં.
માટે હે મહાનુભાવો ! આવો દુર્લભ મનુષ્ય ભવ પામીને તમે સદબુદ્ધિનો ઉપયોગ કરો.