________________
૧૩૬
સુરસુંદરી ચરિત્ર ભ્રમણ કરતા એવા અમને હસ્તાવલંબન આપી આપ આ સંસારમાંથી તારો.
આ પ્રમાણે મુનીંદ્રની સ્તુતિ કર્યા બાદ મુનિવરના મુખકમલમાં સ્થાપના કરી છે દષ્ટિ જેણે અને તેમનું જ ધ્યાન ધરતે તે રાજા ઘણે દૂર નહીં તેમજ ઘણે પાસે પણ નહી, તેવી રીતે પૃથ્વી ઉપર બેઠે. મુનિ દેશના
પરોપકાર કરવામાં જ એક રસિક એવા શ્રી મુની. ગંભીર વાણુ વડે ધર્મદેશના પ્રારંભ કર્યો.
હે ભવ્યાત્માઓ ! અસાર એવા સંસાર સાગરમાં પરિભ્રમણ કરતા અને પિતાના કર્મને સ્વાધીન થયેલા એવા જીને કુગતિઓને બહુ વિસ્તાર હોવાથી મનુષ્ય ભવ બહુ દુર્લભ છે.
વળી તે મનુષ્યત્વ પણ જરાના ભયથી હંમેશાં વ્યાસ રહે છે. તેમજ તે રોગ, શેક અને વ્યાધિઓનું સ્થાન ગણાય છે.
શારીરિક અને માનસિક અનેક દુઃખોને પડવાનું તે એક સ્થાન છે.
તેમજ મનુષ્યની લમી આદિ સમૃદ્ધિઓ પવનથી કંપતી વજપતાકા સમાન ચંચલ છે.
મિત્ર, સ્વજન અને પિત્રાદિકને સ્નેહભાવ અસ્થિર છે.