________________
૧૪૨
સુરસુંદરી ચરિત્ર અપાર આપણે પ્રેમ છે, વળી એને પ્રેમ ચિત્રો ઉપર થયેલ છે. માટે જે આ એક પુત્રીને પણ મનેરથી સંપાદન કરવામાં હું શક્તિમાન ન થાઉં તે, હે સુંદરી! મારા જીવવા વડે શું ?
શ્રી ગંધવાહન રાજાએ મોટા ગૌરવ સાથે પિતાના પુત્ર માટે આ આપણું પુત્રીની માગણી કરી છે, વળી મેં પણ તેની માગણીને સ્વીકાર કરી પુત્રીને અર્પણ કરી છે, માટે હે મૃગાક્ષી ! હાલમાં તે મારું વચન અન્યથા કરવા માટે હું શક્તિમાન નથી. આ કારણથી મેં તેને કહ્યું કે મારે મેટું દુખ આવી પડ્યું.” ચિત્રમાલાની ચિંતા
હે ચિરાગ ! આ પ્રમાણે પિતાના પતિનું વચન સાંભળી મારી સ્વામિની ચિત્રમાલા પણ નિસ્તેજ મુખવાળી થઈ ગઈ. અહા ! અનેક પ્રકારના સુખ વૈભ છતાં પણ દુઃખરૂપી તને પ્રભાવ કેવો છે?
વીર્યને પ્રતિબંધ કરનાર એવા મંત્રના પ્રભાવથી મોટા મોટા સર્પો ભયભીત થઈ દુઃખને આધીન થાય છે, તેમજ જળના સંગ સિવાય મોટા મોટા માછલાઓ તરફડીને પ્રાણાંત દુઃખમાં આવી પડે છે. તેમજ વળી સપુરૂષે પણ અધમીઓના સહવાસથી બહુ દુઃખી થાય છે અને સુખ સમૃદ્ધિથી પરિપૂર્ણ એવા મોટા લેકે પિતાના ઉપર અતિદુઃખ આવવાથી ભારે ભયમાં આવી