________________
૧૩૪
સુરસુંદરી ચરિત્ર
ગધવાહન રાજાના હૃદયમાંથી એકદમ અમંદ હર્ષ ઉભરાઈ જવા લાગ્યો અને તેનાં નેત્ર પણ પ્રફુલ્લ થઈ ગયાં.
તે ઉત્કંઠા પૂર્વક બેલ્યા. હે સંગત! તું અહીં મારી પાસે આવ, આજે મારા પૂજ્ય પિતાના કેવલ જ્ઞાનની વાર્તા વડે તે મારું જીવિત સફલ કર્યું. - અહ ! આજે મારા આનંદની સીમા રહી નથી, એમ કહી તેણે પોતાના શરીરે પહેરેલાં સર્વ આભરણ વસ્ત્રાદિક ઉતારી તેના શરીરે પહેરાવી દીધા અને ભંડારના અધિપતિને આજ્ઞા કરી કે, પ્રીતિ દાનમાં સાડા બાર કરોડ ઉત્તમ સેનયા તમે એને આપે.
ત્યારબાદ રાજાના કહ્યા પ્રમાણે તેણે તેને તે દ્રવ્ય આપ્યું. પછી તરત જ ગંધવાહન રાજા વિદ્યાધરના સમુદાય સહિત પિતાના પિતાને ભક્તિ વડે વંદન કરવા માટે ચિત્રકુટ ઉપર ચાલ્ય.
તે સમયે વિદ્યા વડે રચેલાં વિમાનમાં આરૂઢ થયેલા એવા પોતપોતાના પરિજન સહિત ઉત્તમ પ્રકારનાં શુભ આભરણ વસ્ત્રાદિકથી વિરાછત સમસ્ત નગરના લકે પણ તેની પાછળ તૈયાર થઈ ચાલવા લાગ્યા.
તેઓની સાથે મુનિ મહારાજના દર્શન માટે હું પણ ચાલ્યો. અનુક્રમે મેટા આડંબર સાથે અમે સર્વે ચિત્ર. કુટની પાસે જઈ પહોંચ્યા.
ત્યારબાદ ચિત્રકૂટમાં પ્રયાણ કરતા ચાર પ્રકારના દેના સમુહ જોઈ અતિશય પ્રમુદિત થયું છે મન જેનું