________________
૧૩૨
સુરસુંદરી ચરિત્ર ત્યારબાદ અમિતગતિ બો. હે પ્રિયતમે ! તે સાંભળવાની તારી ઈચ્છા હોય તો તું સાંભળ, દુ:ખનું કારણ
કેઈક રાજકાર્યને લીધે ગંગાવત્ત નગરમાં શ્રી ગંધવાહન રાજાની પાસે તે વખતે હું ગમે.
રાજા કચેરીની અંદર રાજ્યાસને બહુ આનન્દથી બેઠેલા હતા, ત્યાં જઈ વિનયપૂર્વક હું ઉચિતાસને બેઠે. પરસ્પર અમારું સંભાષણ થયા બાદ મેં તેમને રાજકાર્ય નિવેદન કર્યું.
તેટલામાં હે સુંદરી ! ત્યાં દ્વારપાલ આવે અને પ્રણામ કરી તેણે જણાવ્યું કે, હે મહારાજ ! આપના દર્શન માટે કઈક વિદ્યાધર કુમાર દ્વારમાં ઊભે છે.
તરતજ રાજાએ આજ્ઞા કરી એટલે તે વિદ્યાધરે સભાની અંદર પ્રવેશ કર્યો. રાજાને પ્રણામ કરી તે કુમાર છે . સુરવાહન મુનીન્દ્ર
હે દેવ! વૈતાઢયગિરિમાં સુરવાહના નામે વિદ્યાઘરને અધિપતિ છે, જે સકલ વિદ્યાઓમાં સિદ્ધ થયેલ છે. સુર, અસુર અને મનુષ્યલોકમાં તે પ્રખ્યાત છે અને સમસ્ત વિદ્યાધરોમાં તે ચકવતી છે.
જે અપમાનરહિત વિદ્યાધરની રાજલક્ષમીને અનુભવ કરીને વિખ્યાત યશવાળા પુત્રરૂપ આપને પોતાના સ્થાનમાં