________________
૧૩૦
સુરસુંદરી ચરિત્ર ચિત્રમાલા પણ સર્વ વૃત્તાંતનો સાર જાણું કનકમાલાની પાસે આવી અને બેલી,
હે પુત્રી ! તું આટલા બધા ઉદ્વેગમાં શા માટે પડી છે? તેમજ આવું ખિન્ન મુખ કરીને તું કેમ બેઠી છે ?
આટલું કહેવા છતાં પણ તું પ્રત્યુત્તર કેમ આપતી નથી ? હે પુત્રી ! આ કાર્ય કરવું આપણને કંઈ પણ કઠીન નથી, માટે તારે બિલકુલ ખેદ કરવો નહીં.
હે પુત્રી ! ચિત્રભાનુ રાજા આપણે સ્વાધીન છે, અને તું પણ કન્યા છે, તેમજ રૂપ અને કલાઓ વડે ચિત્રવેગ તારે માટે લાયક છે, તેની ઉપર તારો અનુરાગ થયેલ છે. તેથી સર્વ અનુકુલ થયું છે.
હે પુત્રી ! એમાં કઈ પ્રકારની તારે ચિંતા કરવી
નહી.
પરંતુ તારા પિતા હાલમાં ઘેર નથી. કારણ કે ગંગાવત્ત નામે વિદ્યાધરનું એક પ્રખ્યાત નગર છે. તેમાં ગંધવાહન નામે વિદ્યાધરોને રાજા છે.
તેની પાસે કંઈક રાજ કાર્ય માટે તેઓ ગયેલા છે. તેમને આવવા દે, તે આવે કે તરત જ તારા વિવાહ મેટા ઉત્સવસહિત આનંદપૂર્વક ચિત્રવેગની સાથે કરાવીશું વળી આ ચિત્ર માસ પણ પ્રાયે સમાપ્ત થવા આવ્યો છે, એટલે લગ્ન પણ હવે જલદી આવશે. માટે હે પુત્રી ! આ સંબંધી તારે કંઈ પણ ખેદ કરે નહી.