________________
સુરસુંદરી ચરિત્ર
૧૩૧
આ પ્રમાણે તેની માતાના કહેવાથી તેણીના વિરહાગ્નિ સંબધી સતાપ આછેા થવાથી કઇક શુદ્ધિમાં આવેલી તેને જોઇ તેની માતા ત્યાંથી ઉઠી.
અસિતગતિ
એટલામાં તરત જ તેના પિતા અમિતગતિ ગ’ગાવત્ત નગરમાંથી ત્યાં આવ્યેા.
સર્વ પરિજન લેાકેાએ તેના વિનયપૂર્વક સત્કાર કર્યો. પશ્ચાત અભ્યંગ સ્નાન કરી ચંદનના લેપ કર્યો, માદે ભાજનની સમગ્ર સામગ્રી તૈયાર હૈાવાથી નિયમસર લેાજન કરી પાતે પ્રાસાદની ઉપરની ભૂમિએ જઇ અમૂલ્ય આસન ઉપર વિરાજમાન થઇ ગયા, પછી હું પણ ચિત્ર
સાલાને સાથે લઈ ત્યાં આગળ ગઈ.
પ્રથમ તેણીએ પેાતાના સ્વામીને કુશલ વાર્તા પૂછી, ત્યારબાદ ચિત્રમાલાએ પેાતાની પુત્રીની સમસ્ત વાર્તા તેને કહી સભળાવી.
તે સાંભળી અમિતગતિનું મુખારવિંદ એકદમ શ્યામ પડી ગયું, અને તે ખેલ્યા કે, અરે ! મારા ઉપર મહાદુઃખ આવી પડયુ...? હવે આ દુઃખના ઉદ્ધાર મારે કેવી રીતે કરવા ?
તે સાંભળી ચિત્રમાલા મેલી. હે પ્રિયતમ ! આપના ઉપર દુઃખ પડવાનું શુ કારણ બન્યુ છે ? તે તા તમે મને કહેા.