________________
સુરસુંદરી ચરિત્ર
૧૩૩ સ્થાપન કરી, પિતે સંસારવાસથી ઉદ્વિગ્ન થયા, તેમજ લૌકિક વિભૂતિની અસારતા તેમના સમજવામાં આવી.
વસના અગ્ર ભાગમાં લાગેલા જીર્ણ તૃણની માફક રાજ્યલમીને ત્યાગ કરી, શ્રી ઋષભદેવ ભગવાને કહેલું સર્વ વિરતિ રૂ૫ ચારિત્ર ચિત્રાંગદ મુનિવરની પાસે જેમણે લીધું હતું.
તે તમારા પિતા સુરવાહના વિદ્યાધર મુનિવર પિતાના પરમ પવિત્ર ગુરૂ પાસે ગ્રહણ તથા આસેવનરૂપ બન્ને પ્રકારની શિક્ષાને અભ્યાસ કરી શાસ્ત્રમાં બહુ દક્ષ થઈ,
એકાકી વિહાર પ્રતિમાને અંગીકાર કરી છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશાદિક નાના પ્રકારની તપશ્ચર્યામાં ઉદ્યક્ત થઈ,
ગ્રામ, નગર, પુર, પાટણ અને આકાર આદિકથીવિભૂષિત એવી વિશાળ પૃથ્વી ઉપર વિહાર કરતા અને ભવ્ય પ્રાણુઓને સબધ વડે ઉદ્ધાર કરતા આજે આ વેતાના ચિત્રકુટ શિખર ઉપર પધાર્યા છે. કેવળજ્ઞાન
વળી પ્રાપ્ત કરી છે નાના પ્રકારની પ્રતિમાઓ જેમણે અને શુકલ ધ્યાનના પ્રભાવથી ક્ષીણ થયો છે મેહ જેમને એવા તે મુનીંદ્રને લોકાલોકને પ્રકાશ કરનાર એવું કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું છે.
એ પ્રમાણે તે વિદ્યાધર કુમારનું વચન સાંભળી