________________
સુરસુંદરી ચરિત્ર
૧૨૮
આશાબંધન
સેમલતા બેલી, હે સુભગ! તારા વિરહને લીધે મૂર્શિત થયેલી કનકમાલાને જોઈ આમ્રલતાને ગઈ કાલે તારી પાસે અમે મેકલી હતી અને તે કનકમાલાને પણ તેની સખીઓએ તારા સમાગમને સૂચવનાર વચને વડે શાંત કરી હતી.
છતાં પણ તે વરાકી તારા સમાગમને નહીં પામતી છતી ક્ષણ માત્રમાં મૂછ પામે છે, તે ક્ષણમાં ઉભી થાય છે, વળી મુખેથી હુંકારા કરે છે, ક્ષણમાં હસે છે, વળી ગાય છે, ઘડીમાં કંપે છે, રૂવે છે અને ક્ષણમાં ઉદવેગ કરવા લાગી જાય છે.
ગ્રહથી ગ્રહણ કરાયેલી હોય ને શું ? તેમ તે બાલાને અયુક્ત ચેષ્ટાઓ કરતી જોઈ તેને સખીજન ઉપહાસ કરે છે, તે પણ તે બીચારી કંઈ પણ જાણી શકતી નથી, એવું તેનું હૃદય મુગ્ધ બની ગયું છે.
આવી તેની સ્થિતિ જોઈ મેં વિચાર કર્યો કે, ગાઢ અનુરાગવાળી આ બાલાના પ્રાણ જ્યાં સુધી આબાદ રહે તેટલામાં કઈ પણ ઉપાય હું કરૂં. ચિત્રમાલા
એમ વિચાર કરી હું તરત જ ચિત્રમાલા નામે તેની માતા પાસે ગઈ અને તેને એકાંતમાં બેલાવીને તે સર્વ વૃત્તાંત મેં તેને કહ્યું.