________________
૧૨૮
સુરસુંદરી ચરિત્ર
કારણ કે, અજ્ઞાતજનને દેખીને જેઓ આ દુઃખદાયક પ્રતિબંધ કરે છે.
હે હદય ! ક્ષણમાત્રના પરિચયવાળા અને બહુ દુર્લભ એવા માણસની પ્રાપ્તિ માટે આટલે બધો તું કેમ સ્નેહ કરે છે? અશક્ય વસ્તુની આશા રાખવી નકામી છે.
હવે તું ઘણે ખેદ કરવો છેડી દે, કારણ કે હાલમાં દેવગતિ બહુ વિપરીત છે.
હે હ્રદય ! આટલું અસહ્ય ગાઢ દુઃખ તને પડ્યું છે, છતાં પણ તું વજથી ઘડાયેલું છે એમ હું માનું છું. અન્યથા તારા સેંકડે ટુકડા કેમ ન થઈ જાય?
એમ કેટલાક હું સંક૯૫ વિકલ્પ કરતો હતો, અને તે પ્રસંગે મારા દુઃખને તે પાર જ નહોતું. મારૂં હદય તે તેણના વિરહાનલથી બહુ ધગધગતું હતું.
તે પ્રસંગે હે કુમાર ! ફરીથી પણ તે સેમલતા મારી પાસે આવી. તે સમયે તેણીનું હૃદય કંઈક હર્ષ વાળું મને માલુમ પડયું. અત્યંત વિષાદરૂપી કાદવમાં ખેંચી ગયેલ મને જોઈ મારી પાસે બેસી તે બેલી.
હે સુંદર ! તું અતિશય ઉદાસ મનવાળે કેમ દેખાય છે? શું વિવાહની વાર્તા સાંભળીને તું આ ઉદાસી બન્યો છે?
પ્રથમ મારૂં કહેવું તે તું સાંભળ!
પછી મેં કહ્યું, હે સેમલતે ! હજુ પણ અમને આ સંબંધી કઈ પણ આશા હેય ખરી ! જેથી તું આ પ્રમાણે બેલે છે !