________________
૧૨૬
સુરસુંદરી ચરિત્ર બહ ભીડમાં તેની પાસે જઈ મેં પૂછયું કે આ મહોત્સવ શાને છે ? પછી તે બાલ્યા.
હે ભદ્ર! તું જાણતી નથી આ કનકમાલાને લગ્ન મહોત્સવ છે. વળી ગંગાવત નામે વિદ્યાધરનું નગર છે, તેમાં શ્રી ગધવાહન નામે બહુ પ્રસિદ્ધ રાજા છે, તેને પુત્ર નાવાહન નામે યુવરાજ સંભળાય છે, તે રૂ૫ ગુણ અને કલાઓમાં બહુ જ પ્રશંસનીય છે, એમ જાણી કનકમાલા તેને આપવામાં આવી છે.
આ પ્રમાણે બંધુદત્તના મુખથી હકીક્ત સાંભળી હું આપની પાસે આવી છું. હું શું કરું? મારા દુર્ભાગ્યને લીધે આવું કર્ણકટુ વચન વિના ઉપાયે મારે આપની આગળ કહેવું પડે છે. ચિત્રવેગની મૂચ્છ
એમ તે ભરૂનું વચન સાંભળી મારું હૃદય એકકમ ધખવા લાગ્યું તેમજ શેકરૂપી પ્રચંડ મુદ્દગરથી હણાયેલ હું મૂછવશ થઈ ગયો. તેમજ મારાં નેત્ર મીચાઈ ગયાં. હું બેભાન થઈ પૃથ્વી પર પડી ગયો.
તેવી મારી સ્થિતિ જોઈ સર્વ લોકે એકદમ ગભથઈ ગયા અને શીતલાદિક ઉપચાર કરવા લાગ્યા. કપૂર, બરાસ અને ગોશીષ ચંદનના જલને સેક તેમજ કેટલાક કેમલ વીંજણાઓ લઈ મને પવન નાખવા લાગ્યા. જેથી મારી મૂછ ઉતરી ગઈ. પછી મને વિચાર થયો કે, આ સર્વ દુર્વિહિત દૈવનું જ કાર્ય છે.