________________
સુરસુંદરી ચરિત્ર
૧૨૫: વળી સાત સાંધે અને તેર તૂટે, એ ન્યાય બરબર મને લાગુ પડયો છે. ઠીક હવે આથમ્યા કેડે અસૂર અને લુંટવા કેડે ભય છે? જે બને તે ખરૂં, એમ કેટલોક ઉહાપોહ કરીને પછી મેં આગ્રલતાને બોલાવી. તે. પણ તરત જ મારી પાસે આવી.
મેં તેને પૂછયું, આ વાગે ક્યાં વાગે છે? કઈ પણ સ્થળમાં માંગલિક વાદ્ય તારા સાંભળવામાં આવ્યો છે? કોઈ પણ કાર્ય તો હેવું જોઈએ, અન્યથા આવાં વાઘ વાગે નહીં. માટે તું જલદી જા અને એની તપાસ કરી ચોકકસ હકીક્ત મને અહીં આવીને તું નિવેદન કરવિવાહ મહોત્સવ
તે સાંભળી આશ્ચલતા એકદમ ત્યાં ગઈ. તેમજ ત્યાંના સર્વ સમાચાર લઈ ક્ષણમાત્રમાં તે મારી પાસે આવી. તેજ વખતે તેના મુખની કાંતિ બહુ જ ઝાંખી પડી હતી, તેમજ તેની ગતિ પણ કંઈક શેકને સૂચવતી હતી.
આવી તેની સ્થિતિ જોઈ મેં તેને પૂછયું એટલે તે જરા અચકાઈને બેલી, હું અહીંથી નીકળીને અમિત ગતિને ઘેર ગઈ અને ત્યાં જોયું તે તેના દ્વારમાં એટલી બધી માણસની ગરદી જામેલી હતી કે, મારાથી અંદર પ્રવેશ પણ થઈ શક્યો નહીં. પછી હું આમતેમ ફ ફો મારવા લાગી, તેવામાં બંધુદત્ત મારી નજરે પડશે,