________________
સુરસુંદરી ચરિત્ર
નજીક આવી પહોંચે છે, છતાં પણ આ અધિક સંતાપ આવી પડશે.
હવે મારા દુઃખને કંઈ પાર રહ્યો નહીં, વળી આ મારૂ વામનેત્ર પણ ફરકી રહ્યું છે. માટે કંઈ પણ અહીં કારણ તેવું જોઈએ, હાલનાં ચિહ્નો વિપરીત દેખાય છે.
શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-fજીવન વદુષ્ટીમવત્તિ, છિદ્રોની અંદર અનેક પ્રકારના અનર્થ પ્રગટ થાય છે. તેમજ ભાગ્યહીન પુરુષને સફળની પ્રાપ્તિ દુર્લભ થઈ પડે છે. જેમકે –
દરેક સ્થળે દેવ સિવાય ફલ પ્રાપ્તિ થઈ શકતી નથી. વિદ્યા અને પરાક્રમ દેવની આગળ નિરર્થક થાય છે.
કારણ કે દેવ અને દૈત્યોએ એકઠા થઈ રત્નો માટે સમુદ્ર મંથન કર્યો.
ત્યારે હરિને લક્ષમી મળી અને શંકરે વિષપાન કર્યું. માટે દેવગતિ બળવાન છે. વળી દેવની આગળ કેઈને વિચાર સિદ્ધ થતું નથી. ' દૈવની રચના એવી છે કે, અઘટિત કાર્યોને સુઘટિત કરે છે અને સુઘટિત કાર્યોને જીર્ણ કરે છે.
જે કાર્યોને પુરૂષ કઈ દિવસ ચિંતવતે નથી, તેવાં કાર્યોને દેવ ક્ષણ માત્રમાં સિદ્ધ કરે છે. માટે આટલા ઉપાય કર્યા છતાં મારો મને રથ સિદ્ધ થતું નથી, તે મારા ભાગ્યની જ ખામી છે.