________________
સુરસુંદરી ચરિત્ર ,
૧૨૧ માણસ આપણું સ્વાધીન નથી, વળી જેને મળવાનો સર્વથા સંભવ પણ નથી, એવા માણસ ઉપર પ્રથમથી તું સ્નેહ શા માટે કરે છે ?
હે હ્રદય ! જે માણસ આપણું ઉપર સ્નેહ કરે તેને જ ઉપર નેહ રાખ તે ઉચિત છે, પરંતુ અતિ દૂર રહેવા છતાં પણ જે હૃદયને બાળે છે, તેની ઉપર રાગ કર વૃથા છે.
જે રાગ હૃદય વડે જ વહન કરાય છે, તે જ રાગ વળી હૃદયને બાળે છે, હવે આ વાર્તા કેને કહેવી ? શરણથી જ ભય ઉત્પન્ન થયે, તે પછી શું કરવું? વળી મારા હૃદયને શાંત કરનારા તે કમલેદાર સમાન અતિસુકેમલ એવા તેણીના હાથને જ હું માનું છું.
હવે તેણીને તે સુકેમલ હાથ જે દિવસે મારા હાથને સ્પર્શ કરે, તે દિવસ કેઈ આવશે ખરો ? અરે ! તેણીની સાથે પાણી ગ્રહણદિક તે દૂર રહ્યું, પરંતુ મારા હૃદયને ઈષ્ટ એવા તેણીના દર્શનને પણ હું દુર્લભ માનું છું.
વિરહ દુઃખને શાંત કરનાર તેણીનું મુખારવિંદ જે મારી દૃષ્ટિગોચર ન થાય તે મારૂં જીવિત વૃથા છે, એટલું જ નહીં પરંતુ આ મનુષ્યભવ પણ નિરર્થક છે. અથવા જે મારૂં દૈવ અનુકૂળ હશે તે આમ્રલતાના કહેવા પ્રમાણે પ્રભાતમાં તેનું મને દર્શન થશે.
પ્રચંડ વિરહાગ્નિની જવાલાઓ વડે બહુ તપી ગયેલા