________________
૧૨૦
સુરસુંદરી ચરિત્ર મસ્તક ઉપરથી તેને નાખી દીધો હોય ને શું? તેમ માલુમ પડે છે.
ત્યાર બાદ સૂર્ય અસ્તાચલને ત્યાગ કરી ચાલ્યો ગયો. એમ જાણી તેની પાછળ લાગેલી અને રોષ વડે રક્ત મુખવાળી હોય ને શું ? એવી સંધ્યા અસ્તાચલ ઉપર એકદમ પ્રગટ થઈ.
ક્ષણ માત્રમાં સર્વ દિગમંડલમાં અંધકાર વ્યાપી ગયું. રાત્રીને દેખાવ આબેહુબ નજરે પડવા લાગ્યો. અતિશ્યામ એવું ગગનમંડલ તારાઓથી ભરપૂર દીપવા લાગ્યું. ઘુવડના ભયંકર હુંકારા ચારે તરફ સંભળાવા લાગ્યા. ચંદ્રોદય
તેટલામાં નિશાપતિ–ચંદ્રને ઉદય થયો. શાંત અને તેજસ્વી કિરણેના પ્રભાવથી અંધકારને તિરો ભાવ થવા લાગ્યા, યુવતીનાં માન પણ શિથિલ થવા લાગ્યાં. ચંદ્રરૂપી પવનને લીધે વિરહાગ્નિ પ્રદીપ્ત થવા લાગ્યો, જેથી મારું હૃદય સેંકડેગણું બળવા લાગ્યું. તે જોઈ હું વિચાર કિરવા લાગ્યા.
અરે ! આ ચંદ્ર તે અમૃતમય સંભળાય છે, પરંતુ તેણીના વિરહને લીધે આજે મને વિજળીના પુંજ સમાન આ થઈ પડયો છે.
વળી હે હદય! શા માટે તું આટલું બધું બળે છે? અને અતિ ઉદ્વેગ કરવાનું તારે શું કામ છે ? તેમજ જે