________________
૧૧૬
સુરસુંદરી ચરિત્ર
ત્યાર પછી મે એક પત્રમાં કમલિનીએ ચિત્રી અને તેઓના બાકીના પુષ્પાને છોડીને એક કમલિનીના કમલ ઉપર લીન થયેલા એવા એક ભ્રમર ચિતર્યો અને તે ભ્રમરની નીચેના ભાગમાં ઉત્તમ રસવડે એક ગાથા લખી. જેની અંદર મે મારા હૃદયના ભાવ સૂચન્યા હતા. વળી હૈ કુમાર ! તે ગાથાના અર્થ ગુપ્ત રાખ્યા હતા અને જેમ અક્ષરા દીવ્ય રસ વડે પ્રકાશ આપતા હતા, તેમજ તે કમલિનીના પરિમલ (સુગધ) તે ભ્રમરના હત ચમાં તેવી રીતે બહુ યુક્તિથી સ્થાપન કર્યા હતા કે, જેવી રીતે તેનુ બેસવુ' અને ઉડવુ કેવલ અન્ય કુસુમા ઉપર હતુ
ત્યાર પછી તે ચિત્રપટને બહુ પત્રોમાં ભીડીને તાંબુલ સહિત આમ્રલતાના હાથમાં મે આપ્યા. પછી આમ્રલતા અને સામલતા એ બન્ને જણીઓ કનક લતાની પાસે ગઈ.
આમ્રલતાનું પુનરાગમન
પછી ક્ષણ માત્રમાં આમ્રલતા પાછી આવીને કહેવા લાગી, હું મહાશય ! અહીંથી નીકળીને અનુક્રમે હુક તેના ઘેર ગઈ અને ત્યાં જોયુ ત
મત્તની માફક એભાન અને ક્ષણમાં મૂતિની માફક નિશ્ચેષ્ટ તેમજ માટા પિશાચથી ગ્રહણ કરાયેલી હૈ ચ ને શું? તેમ વિષમ દશાને પ્રાપ્ત થયેલી નમાલા મારા જોવામાં આવી.