________________
સુરસુંદરી ચરિત્ર
૧૫
હું બધું સમજું છું, માટે તમે ખરી વાત ઉપર આવી જાએ તેમજ આ મારૂં કહેવુ... અસત્ય નથી.
તારા વિરહને લીધે નકમાલાનું જીવિત કઠમાં આવી અટકી રહ્યું છે. માટે ઘણુા વિલંબ થશે તેા જરૂર તેના પ્રાણ છુટી જશે. એમાં કઈ સ’દેહ નથી, એમ છતાં હે ભદ્ર ! તું આ પ્રમાણે પશુત્વના સ્વીકાર કરી નિર્દયપણે કેમ એસી રહ્યો છે ?
વળી કેાઈ સાધારણ માણસ પણ જે સ્થળે નિવાસ કરે છે, તે ઘરનું કાળજીપૂર્વક રક્ષણ કરે છે, તા હે નિય ! તેણીના મનમાં નિવાસ કરી રહેલા એવા તુ તેણીના હૃદયને કેમ બાળે છે?
તેમજ હાલમાં તેણીના હૃદયરૂપ ધનને હરી લઈ ચારની માક તું ગુપ્ત રહેવા માગે છે, પરંતુ હું સુભગ ! આના દુઃખના અંત કર્યો સિવાય તારા છુટકા નથી, માટે કાઇપણ ઉપાય તું શેાધી કાઢ.
ત્યાર બાદ મે કહ્યું, હું જનની ! આ સબધાં અમારે જે કઇ કરવા લાયક ઉપાય હાય તે ઉપાય તું પેાતે જ અમને બતાવ.
પત્રલેખ
તે સાંભળી સામલતા ખાલી. તેણીના વિશ્વાસને માટે ચિત્ર અથવા કોઈ પત્ર લખીને તમે માકલા. જેથી તે ચિત્રપટને જોઈ તેના હૃદયમાં ધૈય રહે.