________________
સુરસુંદરી ચરિત્ર
૧૧૩ પ્રિયના વિરહાગ્નિની પ્રચંડ જવાલાએથી તપી ગએલી તે બીચારીને હાર તથા ચંદનના લેપ પણ તુષાગ્નિના કણિ આ સમાન લાગે છે.
વળી કમલના તંતુઓ ચિતા સમાન તેમજ કમલદલો પણ જવાલા સમાન બહુ દુ:ખદાયક થઈ રહ્યાં છે. સુકોમલ એવી તળાઈ પણ અંગારના ઢગલા સમાન અપ્રિય થઈ પડી છે.
વળી પૂછવા છતાં પણ તે કંઈ પ્રત્યુત્તર આપતી નથી. તેમજ બહુ નેહાળ એવી પિતાની સખીઓ સાથે પણ આલાપ કરતી નથી અને ધ્યાનમાં રહેલી ઉત્તમ ગિનીની માફક તે ચેષ્ટા રહિત થઈ ગઈ છે.
પ્રિયના વિરહ રૂપ પિશાચ વડે ગ્રહણ કરાયેલી અને નિશ્ચતન એવી પણ તે વરાકીને હે સુંદર ! તારા નામરૂપી મંત્રવડે તેની સખીઓએ સ્વરથ કરી છે.
પ્રિયના વિરહની પીડાને લીધે પોતાના જીવિતને સંશયમાં નાખતી તે બાળાને જોઈ તેના દુઃખથી દુઃખી થયેલી હું અહીં તારી પાસે આવી છું.
આ પ્રમાણે કામથી ઉત્પન્ન થયેલી અત્યંત આપત્તિમાં હું આવી પડી છું. કારણ કે, પુત્રીના દુઃખથી હું પણ અતિ દુઃખી જ ગણાઉં.
માટે હે સુભગ ! જ્યાં સુધી એના પ્રાણ સમાપ્ત ન થાય તે પહેલાં રંક દશામાં આવી પડેલી તે કનક