________________
સુરસુંદરી ચરિત્ર
૧૧૧
માલા પિતાના આત્માને અધન્ય માનતી હેય ને શું ? તેમ લજજા સહિત અતિદીન એવા મુખકમલને ધારણ કરતી તે યુવાનની દૃષ્ટિગોચર થવાને માટે બહુ આતુર બની ગઈ.
પછી કંઈપણ હદયમાં વિચાર કરી સખીઓને કહેવા લાગી, હે સખીઓ ! આ આમ્ર વૃક્ષે હીંડેલો બાંધીને ક્ષણમાત્ર આપણે કીડા કરીએ તે બહુ સારું. આંદેલનકીડા
આ પ્રમાણે તેના કહેવાથી તે સખીઓએ પણ નહીં ડેલ તૈયાર કર્યો, તરતજ તેઓ તે ઉપર આરૂઢ થઈ રમવા લાગી. વળી સર્વ સખીઓ પોતાની પાસમાં રહેલી છે, છતાં પણ કનકમાલા મોટા શબ્દો બેલી સખીઓને સંભળાવવા લાગી.
“જે આ યુવાન મારો શબ્દ સાંભળી મારી તરફ દષ્ટિ કરે તે હું કૃતાર્થ થાઉં” એવી આશાથી તે ઉચ્ચ સ્વરે બેલતી હતી.
તેમ બેલતી તેને જે હાસ્યમાં મેં કહ્યું, આ સર્વ સખીઓ તે તારી પાસે રહેલી છે, છતાં તું શા માટે આવા મોટા અવાજે બોલે છે? તેમજ અન્ય કૌતકમાં મસ્ત બનેલો એ આ પુરૂષ તે તને પ્રત્યુત્તર પણ આપતો નથી.
તે સાંભળી કનકમાલા કંઈક ઝંખવાણી થઈ. એટલામાં કામદેવ સમાન તે યુવાને કનકમાલા તરફ