________________
સુરસુંદરી ચરિત્ર મને જોઈ તેની સખીઓએ કનકમાલાને કહ્યું કે, ચિત્રવેગની દૂતિ અહીં આવી છે.
આ પ્રમાણે તમારા નામાક્ષરો સાંભળવાથી એકદમ તે સવેતન થઈ ગઈ અને તરતજ બેઠી થઈ. પછી પોતાની પાસમાં ઉભેલી મને જોઈ. તે કંઈક લજિજત થઈ ગઈ, ત્યારબાદ મેં તેને પત્ર સહિત તે પાન બીડું આપ્યું. હર્ષ પૂર્વક તેને સ્વીકાર્યો. બાદ તેને ભાવાર્થ જાણીને તે બોલી,
આ પાન બીડું કોણે કહ્યું છે?
મેં કહ્યું કે, હે સુંદરી ! તારા હૃદયને હરણ કરનારા એવા તારા પ્રિયતમે મેકર્યું છે.
તે બેલી, અરે ! હું તો કન્યા છું. હે ભદ્ર! મારે પ્રિયતમ ક્યાંથી ? પછી હું બેલી, હે તવંગી! જરૂર તારું ધારેલું તે પણ સત્ય થશે.
ત્યાર બાદ મંદ સ્વરથી અસ્કુટ અક્ષરો વડે તે બેલી,
હે સખી ! મારાં મંદ ભાગિણુનાં એવાં પુણ્ય કયાંથી હોય? કે એ મારો સ્વામી થાય ? એનું તે દર્શન માત્ર પણ બહુ દુર્લભ છે.
માત્ર આટલું તે બેલી તેટલામાં તેની આંખમાં આંસુ ભરાઈ ગયાં અને નિઃશ્વાસ મૂકતી તે ફરીથી મૂછિત થઈ ગઈ. - ત્યારે તેની સખીઓએ મને કહ્યું, તું ત્યાં જલદી જ અને નિર્દય હૃદયવાળા તે સુભગને અતિશય પ્રેમને ધારણ કરતી આ બાલાનું વૃત્તાંત તારા અનુભવ પ્રમાણે તું નિવેદન કર.