________________
૧૧૦
સુરસુંદરી ચરિત્ર તું ખચકાય છે? હિતેચ્છની આગળ કહેવાથી પિતાના દુઃખનો વિરામ થાય છે, એમ કેટલીક વખત આજીજી કરીને મેં તેને પૂછયું, તેમ છતાં મને કંઈ પણ પિતાને ભાવાર્થ તેણીએ જણાવ્યું નહીં, પરંતુ તે દીન મુખીએ દીર્ઘનિસાસો મૂકી પિતાનાં નેત્ર અથુજલથી ભીંજાવી મૂક્યાં. હંસિકા દાસી
ત્યારબાદ હંસિકા નામે તેની સખીને મેં પૂછયું, આજે ઉદ્યાનમાંથી આવીને તરત જ કનકમાલા વિહલ ચિત્તે બેસી રહી છે, પરંતુ કંઈ જવાબ આપતી નથી, તેનું શું કારણ છે ?
ત્યારે હંસિકા બેલી. હે જનની! આજે અમે સર્વે સાથે મળીને ઉદ્યાનમાં ગયાં હતાં. ત્યાં કામદેવનું પૂજન કરી અમે બહાર આવ્યાં, ત્યારે દ્વાર પ્રદેશમાં ભાનુબેગની પાસે, કૌતુકમાં આક્ષિપ્ત મનવાળે, રૂપમાં સાક્ષાત્ અનંગ સમાન અને મહા ભાગ્યશાળી એ એક યુવાન પુરૂષ બેઠો હતો.
તે તેણના જોવામાં આવ્યો. તેને જોઈ એકદમ તેણીનાં નેત્ર ખુલ્લાં થઈ ગયાં અને તેના જ મુખ પર ધ્યાન આપતી તે ચિત્રની જેમ સ્થિર થઈ ગઈ. તેમજ તે યુવાનનાં સર્વ અંગોને કનકમાલા પિતે તે એક - દષ્ટિથી નિહાળતી હતી,
પરંતુ તે યુવાનની દષ્ટિ કૌતુક જોવામાં રૂધાયેલી હતી. તેથી તે કનકમાલાને જોઈ શકો નહીં. તેથી કનક