________________
૯૧.
સુરસુંદરી ચરિત્ર કરી પોતાના મનુષ્ય ભવને સફલ કરીએ અને વિવિધ વિદ્યાધરો વડે કરાતી એવી ઉત્તમ શ્રીજિનયાત્રાને પણ જોઈએ.
જિનયાત્રા
ત્યારબાદ સર્વમિત્રોએ પણ ખુશી થઈ કહ્યું કે, તારું કહેવું સત્ય છે. આપણે આ યાત્રા કરવી ઉચિત છે.
આત્મસાધન સિવાય આ જગતમાં સારવસ્તુ અન્ય કંઈ છે જ નહિ. આ ઉત્તમ પ્રકારનો મનુષ્ય ભવ પામી. શા માટે આપણે ધર્મકાર્યમાં પ્રમાદ કરે?
એમ અમારો પરસ્પર વાર્તા પ્રસંગ ચાલતું હતું, તેવામાં મારી ધાવમાતાને બલ નામને પુત્ર અમારી પાસે આવ્યા અને કહ્યું કે,
હે ચિત્રવેગ ! તમારા પિતાએ મને મેક છે, અને વિશેષમાં કહ્યું છે કે, રત્નસંચય નગરમાં રહેનારા સર્વ વિદ્યાધર લોકો નજીકમાં રહેલા સિદ્ધાલયમાં શ્રીજિદ્રપ્રભુની યાત્રા માટે સ્નાનપૂર્વક ચંદનાદિકને લેપ કરી ઉત્તમ વસ્ત્ર પહેરી અમૂલ્ય શણગાર સજી મેટી રૂદ્ધિ સાથે તૈયાર થાય છે.
તેમની સાથે અમે પણ ચાલવાની તૈયારીમાં છીએ. માટે તું અહીં જલદી આવ. જેથી આપણે સ્નાનાદિક કાર્ય કરી તેઓની સાથે જઈએ.