________________
૧૦૪
સુરસુંદરી ચરિત્ર
ત્યારબાદ મેં તેને કહ્યું, આ કામદેવનું પૂજન કરે છે, તે સ્ત્રી કેશુ છે ? અને આ સખીઓની આગળ વાત કરે છે, તે કેણ છે? તેમજ આ વેશ્યાના કંઠમાં હાથ નાખી યુવાન પુરુષ કેણુ ઉભે છે?
એવા મેં કેટલાક પ્રશ્ન કર્યા. ત્યારે તે હસીને બે , ભાઈ ! આવા આડાઅવળા પ્રશ્ન પૂછીને તું મને છેતરે છે ! પરંતુ વૃદ્ધ બિલાડીને કેઈ કાંજી મૂકીને છેતરવા ધારે તે તે છેતરાય ખરી !
હે સુભગ ! આવા અઘટિત પ્રશ્નો વડે પ્રથમના પ્રશ્નને તું ઉડાડવા ધારે છે, તે બની શકે ખરૂં? સૂર્યને છાબડીઓથી ઢાંકવા માટે કે પ્રયત્ન કરે તે પણ તે પ્રયાસ સિદ્ધ થાય ખરો ?
આ પ્રમાણે તેનું વચન સાંભળી હું લજજાને લીધે નીચું મુખ કરી ઉભું રહ્યો. મારી આવી સ્થિતિ જોઈ ભાનુબેગ ત્યાંથી ખસીને અલક્ષ્યની માફક બાજુ પર ઉભે રહ્યો.
તે સમયે લજજાને માર્યો હું મારી દષ્ટિને બીજી તરફ ખેંચતે હતે, છતાં પણ બલાકારે તેણીના મુખકમલ ઉપર તે પડવા લાગી.
નેહરૂપી તત્રીથી બંધાયેલી દષ્ટિ મનુષ્યોથી ખીચોખીચ ભરેલા માર્ગમાં પણ ધીમે ધીમે ખસીને જ્યાં પ્રીતિ હોય છે, ત્યાં ગયા વિના રહેતી નથી.
વળી પિતાને સખીજન ન જાણે તેવી રીતે વારં