________________
સુરસુંદરી ચરિત્ર કે આ મારું શરીર આ વખતે આવી પીડામાં શાથી આવી પડયું છે?
ત્યારબાદ હસીને તે બેલ્યો. મેં તમને પ્રથમ જ કહ્યું હતું કે, આવી મદોન્મત પ્રમદાનું દર્શન અનર્થકારી થાય છે. માટે તે બાલાનાં ચક્ષુના દોષથી આ તમારો. સર્વ સંતાપ થયેલો છે.
તેથી તે બાલા પિતાને હાથ તમારા પૃષ્ટ ઉપર મૂકશે તો જ તમને સુખ થવાનું છે. તે સાંભળી માટે નિઃશ્વાસ મૂકી મેં કહ્યું કે,
ભાઈ! મારું તે જીવિત પણ હાલમાં સંદેહમાં આવી પડયું છે. વળી હે ભાઈ! તું તો હવે સુખી થયે છે. તેથી તું મારૂં ઉપહાસ શા માટે ન કરે?
ત્યારે ભાનુવંગ બેલ્યો. ગુપ્ત વિચારવાળા મનુષ્યનું સ્વરૂપ જાણ્યા વિના અમે કંઈ પણ ઉપાય શી રીતે કરી શકીએ?
- ત્યાર પછી મેં કહ્યું, ભાઈ! જે ન જાણતો હોય તેને કહેવું પડે. પરંતુ તું તો સર્વ વૃતાંત જાણે છે, છતાં જાણી જોઈને તું બેટા પ્રશ્ન કરે છે? આ પ્રમાણે અમે બને જણ પ્રશ્નોત્તર કરતા બેઠા હતા. આગ્રલતા સીદાસ્ત
તેટલામાં આમ્રલતા નામે ઘરની દાસી અમારી પાસે આવી વિનયપૂર્વક કહેવા લાગી, આપના દર્શન