________________
૧૦૫
સુરસુંદરી ચરિત્ર વાર તેણના ચંચલ દષ્ટિપાત ભાદરવા માસના મેઘની વીજળીના વિલાસને તિરસ્કાર કરે છે. વિરહ વેદના
ત્યારબાદ તેણીના કટાક્ષ રૂપી બાણાએ જીર્ણ કરેલા મારા હૃદયમાં કામદેવે મૂકેલા પાંચે બાણેએ પ્રવેશ કર્યો. એક બાણ જ્યારે અસહ્ય થઈ પડે છે, તે પછી પાંચની તે વાત જ શી ?
આ પ્રસંગે તેણીની સર્વ સખીઓ પોતપોતાના ઘેર જવા લાગી. તે બાલા પણ પાછું જોઈને વારંવાર મને જેતી જતી ચાલવા લાગી. તેમજ તેણુએ સ્નેહમય કટાક્ષ રૂપી દોરી વડે ખેંચીને મારા હૃદયને ગુપ્ત રીતે એકદમ હરી લીધું.
મારા હૃદયને હરણ કરાતું જોઈ તેણના પગમાં રહેલાં ઝાંઝર ચરોની પાછળ ચાલતા પુરુષની માફક નાદ કરવા લાગ્યાં.
કામથી પીડાયેલી તે બાલા ચાલતી હતી છતાં ઉદ્યાનના વૃક્ષેના આવરણને લીધે જ્યાં સુધી મારી દષ્ટિગોચર તે રહી, ત્યાં સુધી મેં તેને એક દષ્ટિએ જોયા કરી.
અને જ્યારે મારા દષ્ટિ માર્ગથી તે દૂર થઈ ત્યારે મારા હૃદયની અંદર અતિ દીર્ઘ શ્વાસની સાથે અસહ્ય સંતાપ મને ઉત્પન્ન થયો.
ત્યારબાદ ભાનુવંગ બોલ્યો, ભાઈ ! ચાલો આપણે