________________
૧૦૬
સુરસુંદરી ચરિત્ર પણ આપણે ઘેર જઈએ હા ચાલે એમ કહી અમે બન્ને પણ ઘેર આવ્યા.
ત્યાર પછી હું ઉપરના માળે ગયે અને ત્યાં શયન તેયાર હતું, તેમાં તરત જ સૂઈ ગયો કારણ કે ચિત્તની વ્યગ્રતામાં શયન સિવાય ઉપાય સુઝત નથી.
પછી ભાનુવેગ પણ મારી પાસે આવીને બેઠો અને ક્ષણ માત્ર મારી સ્થિતિ જોઈ બે.
ભાઈ ! આજે તમે ઉદાસ મનવાળાની જેમ કેમ. થઈ ગયા છે ? વળી શેક ગર્ભિત આવા મોટા નિઃશ્વાસ મૂકવાનું શું કારણ છે?
હુંકાર કરી લાંબા નિઃશ્વાસ નાખતા અંગ મટન તમે શા માટે કરો છો ? ભઠ્ઠીમાં રહેલા ચણાની માફક સુકોમલ શયનમાં કેમ તરફડે છે ?
તેમજ કંઇ કંઈ વિચાર કરી નિમિત્ત સિવાય તમે શા માટે હાસ્ય કરો છો ? વળી પોતાના વિકલ્પ વડે શકાતુર કેમ દેખાઓ છો?
નાના પ્રકારના રસથી ભરપૂર નાટકીય કાવ્યને અભિનય કરતા હો તેવી રીતે તમે કેમ ચેષ્ટાઓ કરી રહ્યા છો?
તેમજ તમે આ સંબંધી અમને કંઈ પણ પિતાને સત્ય અર્થ કેમ જણાવતા નથી ?
આ પ્રમાણે ભાનુવેગે મને બહવાર પૂછયું. ત્યાર પછી હે કુમાર ! મેં તેને કહ્યું, હે ભાઈ! હું નથી જાણત