________________
૧૦૨
સુરસુંદરી ચરિત્ર લોકેના નેત્રને આનંદ આપવા માટે વિધિએ અમૃતમય જાણે બનાવી હોય ને શું ? તેમજ દશન માત્રથી જ સર્વ જનના મનને આનંદ આપતી એવી એક યુવતી મારા જેવામાં આવી.
તેણીનું અપૂર્વ સ્વરૂપ જોઈ હું વિચારમાં પડયે કે, અરે ! આ મનહર કાંતિવાળી યુવતી કોણ હશે ?
શું અહીં નાગકન્યા આવી હશે ? અથવા શું આનંદ કરવા માટે વનલક્ષમી આવી હશે ? અથવા સુરલોકમાંથી કેઈ દેવાંગના આવી હશે ? અથવા કામદેવના વિયોગવાળી દેહાંતર ધારણ કરીને આ રતીદેવી આવી હશે?
એમ વિચાર કરતો એક દષ્ટિ હું તેને જોવા લાગ્યો. તેમજ તે બાલા પણ સુસ્નિગ્ધ એવા કટાક્ષ વડે મને જેવા લાગી.
ત્યારપછી મેં ભાતુવેગને પૂછયું, અપ કન્યા કોણ છે? અને તે કેની અર્ધાગના છે ?
તે સાંભળી ભાનવેગ કિંચિત્ હાસ્ય કરી બેલ્યો કે, ભાઈ! એ સુંદરીની વાર્તા કરવાનું આપણે કાંઈ પ્રયેાજન નથી.
ચાલો આપણે અહીંથી અન્ય સ્થળે જઈએ. કારણ આ કામિની મેહ બુદ્ધિથી તારી તરફ વારંવાર વકદષ્ટિએ જોયા કરે છે.