________________
૧૦૦
સુરસુંદરી ચરિત્ર ધારણ કરતા તરૂવરો આ મધુમાસને પામીને મત્ત થયા હોય ને શું ? એમ દેખાય છે.
વળી વિશેષ ખીલેલાં યુપે વડે શોભાયમાન મંજરીઓના સમૂહ રચ્યા છે મુકુટ જેમણે એવા અને પવનથી નમી ગયેલી શાખાઓ વડે યાત્રાળુજનોને જાણે. નમસ્કાર કરતા હોય ને શું ?
એવા અનેક વૃક્ષેથી સુશોભિત, જેની અપૂર્વ શોભા ના દર્શન માત્રથી કામ વિકારને પ્રગટ કરનાર એવા તે મકરંદ ઉદ્યાનમાં અનેક શોભાથી વ્યાપ્ત એવા નગરજને. સહિત અમે પ્રવેશ કર્યો કે તરત જ દૂરથી કામદેવનું મંદિર અમારા જોવામાં આવ્યું. મદનગૃહ,
જેની અંદર રતિ અને કામદેવની મૂર્તિઓ સ્થાપન કરેલી છે, જેમની ભવ્ય કાંતિને લીધે નેત્રે પણ અંજાઈ જાય છે, જેમની પૂજા માટે ઘણા લોકોની મેદની અંદર જામી ગયેલી છે.
વિલાસ સહિત લોકે ગમનાગમન કરી રહ્યા છે એટલી વિશાળતા છે અને ઊંચાઈમાં આકાશમંડલને અનુસરતું, જેની ચારે તરફ મહાન કિલ્લો રચેલો છે.
તેમજ જેની અંદર અત્યંત મૃદંગના નાદ પ્રસરી રહ્યા છે તેમજ યૌવનના મદમાં આવેલી સેંકડો કામિનીઓના મનહર ધ્વનિથી વાચાલિત અને મધુર ગીતના નાદ વડે