________________
સુરસુંદરી ચરિત્ર પ્રથમ આ માળા કેઈએ આપી, વળી તે નષ્ટ થઈ અને ફરીથી પણ પ્રાપ્ત થઈ, તે કંઈ પણ મારા જાણવામાં આવ્યું નહીં.
એ પ્રમાણે આ સ્વપ્નના તાત્પર્યને નિશ્ચય કર્યા સિવાય હું જાગી ગયો. સ્વપ્રને અર્થ સ્વપ્નમાં જ ગયે. હવે આ બાબતને ખુલાસે મને કયાં મળશે?
એમ ઉહાપોહ કરતાં શયનમાં ને શયનમાં જ કેટલાક દિવસ ચઢી ગયો પણ વિચારને લીધે મને કંઈ ભાન રહ્યું નહીં.
ને પછી ત્યાંથી ઉઠીને પ્રભાતનું કેટલુંક કાર્ય કરી હું ભાનુવેગની સાથે મહેલના ઉપરના માળે ચિત્રશાળામાં ગયે અને મણિ રત્નથી જડેલી ભૂમિવાળા ગવાક્ષમાં બેઠે.
ત્યારપછી પ્રભાતમાં જોયેલા સ્વપ્નનું વૃત્તાંત મેં ભાનુબેગની આગળ કહ્યું, તે પણ આ સ્વપ્નનો ભાવાર્થ શું છે? તેને નિશ્ચય કરી શકે નહીં.
સ્વપ્નની ચિંતાને લીધે અમને સંકલ્પવિકલ૫ થવા લાગ્યા, જેથી અમારાં ચિત્ત બહુ વ્યાકુલ બની ગયાં.
અમે બંને આવી ઉદ્વિગ્ન સ્થિતિમાં ત્યાં ક્ષણમાત્ર બેઠા હતા, તેટલામાં ઉત્તમ વસ્ત્ર પહેરી અમૂલ્ય આભરણની શેભાને ધારણ કરતા સંખ્યાબંધ નગરના લોકે કઈ સ્થળે જવા માટે રાજમાર્ગમાં જતા અમારી નજરે પડયા.