________________
સુરસુંદરી ચરિત્ર પછી તે માલાને લેવા માટે હું ચાલ્યું. તે મારાથી કેઈપણ રીતે લઈ શકાઈ નહીં, ત્યારે કેઈ મારા મિત્રે તે લાવીને મને આપી.
મેં તે પ્રીતિપૂર્વક લઈ લીધી અને હું મારા કંઠમાં તે માલાને પહેરતો હતો, તેટલામાં તે પુષ્પમાળા મારા હાથમાંથી પડી ગઈ અને તે કયાંય પણ ચાલી ગઈ, તે હું જાણી શકે નહીં.
પછી તેના વિરહથી અસહ્ય દુઃખમાં હું આવી પડશે. એવામાં આ માળા તો સુકાઈ ગઈ હતી. ફરીથી એને સ્નિગ્ધ બનાવી હું લાવ્યો છું, એમ કહી કેઈક પુરૂષે મારા કંઠમાં તે માળા સ્થાપન કરી.
તેટલામાં ગંભીર પટહ, ઝલ્લરી, કાંસાળાં, ભેરી અને મૃદંગના નાદથી મિશ્ર થયેલે વાજીંત્રને વિનિ સાંભળી મારી નિદ્રા ચાલી ગઈ. છતાં મારી સ્થિતિ તે શય્યામાં જ હતી, પરંતુ હર્ષ અને વિષાદકારક આ સ્વપ્ન જોઈ અન્ય કઈ પણ કાર્ય મને યાદ આવ્યાં નહીં, માત્ર આ સ્વપ્નને ભાવાર્થ હું મારા હૃદયમાં વિચારવા લાગ્યા.
કઈ દિવસ આવું સ્વપ્ન મને આવ્યું નથી. આજે પ્રથમ નહીં દેખેલું એવું આ વિચિત્ર સ્વપ્ન જોવામાં આવ્યું. આનું ફલ શું હશે?
અરે ! આ પુષ્પમાળા કેણ હશે ? શું આથી કઈ વિદ્યા કે સંપત્તિ મને મળવાની હશે ?
s