________________
સુરસુંદરી ચરિત્ર ખબર પુછે છે, તેઓ સર્વે અહીં આવેલાં છે અને હાલમાં તેઓ આ જિન મંદિરમાં છે.
એમ કહી હું ભાનવેગને સાથે લઈ મારા માતાપિતાની પાસે ગયો એટલે તેમણે બહુ પ્રેમપૂર્વક ભાનુવેગને ભેટીને સુખવૃત્તિના સમાચાર પૂછયા.
પછી ભાનુવંગ બેલ્યો. મારાં માતાપિતા તેમજ કુટુંબ પરિવારમાં સર્વ પ્રકારે આનન્દ વતે છે. પરંતુ કઈ કારણને લીધે તેઓ અહીં આવી શક્યાં નથી.
આ પ્રમાણે તેમને વાર્તાલાપ થઈ રહ્યા બાદ મેં ભાનુવેગને કહ્યું, ભાઈ ! હવે આ શ્રી જિનયાત્રા પ્રાય પૂર્ણ થઈ છે, તો હવે તમે અમારા મહેમાન તરીકે હાલમાં અમારી સાથે ચાલો.
તે સાંભળીને ભાનવેગ બેલ્યો. આપનું કહેવું સત્ય છે, પરંતુ મારૂં વચન સાંભળો.
ચિત્રભાનુ નામે મારા પિતાએ મને કહ્યું છે કે, યાત્રા કરી જલદી તારે પાછા અહીં આવવું.
માટે હે ચિત્રવેગ ! હાલ તે તમે જ અમારા નગરમાં પધારી અમારૂં સ્થાન પવિત્ર કરે અને તમારા મામાને ખૂબ આનંદ આપો. કારણ કે, તમારૂં તે બહુ મરણ કરે છે. માટે મારી સાથે તમારે આવ્યા વિના ચાલે તેમ નથી.
આ પ્રમાણે ભાનુવેગના આગ્રહથી મારાં માતાપિતાએ મને આજ્ઞા આપી અને તરત જ હું ભાનવેગની