________________
સુરસુંદરી ચરિત્ર
૯૩.
જેની આકૃતિ અતિ મને હર દીપિ રહી છે. તેમજ વળી જેની અંદર ઘણું પુષ્પહાર રચેલા છે, તેમજ વિચિત્ર ટીપકીઓ દરેક સ્થલે લંબાયમાન હારબંધ ગોઠવવામાં આવેલી છે.
તેમજ નીચે ઉપર અમૂલ્ય અને વિશાલ ચંદરવા. વડે વિભૂષિત છે ચેકિન વિભાગ જેને અને પુષ્પનાં ગુંથેલાં ઉતમ તરણેથી શોભાયમાન છે મધ્ય ભાગ જેનો એવા શ્રીજિનેંદ્ર ભગવાનના દિવ્ય ભવનને જોઈ અમારા આનંદની સીમા રહી નહીં.
તેનાં દ્વાર ભાગમાં નિર્મળ જળથી ભરેલી વાવમાં પાદ પ્રક્ષાલન કરી મારા મિત્રો સહિત હું શ્રી જિનમંદિરના દ્વાર આગળ ગયા. ત્યાં આગળ પુષ્પહારોની છાબડીઓ. લઈ માલણેનાં ટોળાં બેઠાં હતાં.
તેઓ અમોને જોઈ એકદમ ઉભી થઈ. પછી પ્રેમપૂર્વક અમને આપવા માટે સુગંધિત પુષ્પો લઈ તેઓએ હાથ લંબાવ્યા. તેઓની પાસેથી પૂજન માટે પુષ્પ લઈ વિધિપૂર્વક અંદર ગયા અને શ્રી જિનેશ્વર ભગવાનના બિંબેની પૂજા કરી. બાદ વિધિ પ્રમાણે ચિત્યવંદન કરીને, મિત્રો સહિત હું મંદિરમાંથી બહાર નીકળ્યો.
ત્યાં બહારની વિશાલ ભૂમિમાં વિદ્યાધર લેકેની મંડળીઓ બેઠી હતી. ત્યાં કેટલીક વાર અમે બેઠા. બાદ શાંતિ સ્નાત્ર પૂર્ણ થયું એટલે અમો ત્યાંથી ઉભા થયા.