________________
૧૦૧
સુરસુંદરી ચરિત્ર કામીજનેના ચિત્તને વ્યાકુલ કરતું, પડઘમેના શબ્દ સાથે અનેક વામન પુરુષોના નૃત્યથી ઘનઘોર બનેલું.
તેમજ પોતાની સ્ત્રીઓમાં આસક્ત થયેલા કેટલાક પુરુષેએ જેનાં કદલીગૃહ રોકી લીધેલાં છે અને હિંડોળે હીંચતી નગરની બાલિકાઓ વડે અતિ મનોહર, તેમજ
વિટપુરુષોની સાથે વેશ્યાઓને સમુહ જેમાં જલક્રીડા કરી રહ્યો છે અને ઢોળાયેલા જળને લીધે ઘણે કાદવ જેમાં જામી ગયો છે એવા તે મદનગૃહની અંદર અમે પ્રવેશ કર્યો
જેના પાશ્વ ભાગમાં સુંદર મૂર્તિવાળી રતિ રહેલી છે એવા તે કામદેવનાં દર્શન કર્યા બાદ અમે બન્ને જણ બહાર નીકળી તેના દ્વાર પ્રદેશમાં બેઠા.
હે કુમાર ! ત્યાં આગળ નાના પ્રકારની કીડાઓમાં ગુલતાન બનેલા નગરજનોની ચેષ્ટાઓ જેવામાં ક્ષણમાત્ર અમારો સમય વ્યતીત થયા. યુવતી દર્શન
તેટલામાં ત્યાં નજીકમાં રહેલા એક વૃક્ષની નીચે હીંચકા ખાતી, સખીઓના મધ્ય ભાગમાં રહેલી, અપૂર્વ કાંતિમાં રતિ સમાન, નવીન યૌવનમાં પ્રવેશ કરતી.
પુષ્ટ ઉન્નત અને ગાઢ સ્તનમંડલ વડે ઉછળતી હારાવલીને લીધે સુંદર શેભાને વિસ્તારતી, ઉત્તમ તપાવેલા સુવર્ણ સમાન વર્ણવાલી મણિમય કુંડલેની કાંતિ જેના કપિલ ભાગમાં છવાઈ રહેલી છે.