________________
૯૦
સુરસુંદરી ચરિત્ર
પાટલ પુષ્પને ધારણ કરતી એવી વસંત લક્ષ્મી નવીન વધૂની માફક શૈાભે છે.
વસંત ઋતુના મહિમાથી બુધ (બુધવાર=પડિત) સહિત, કાવ્ય (શુક્ર) કન્ય (માંસ) માં પ્રીતિવાળા શૂરસુભટની માફક સૂર્ય મીન (માંસ=મીનરાશિ)ને ભાગવીને હાલમાં મેષ (ઘેટા=મેષરાશિ) તરફ ઉત્સાહ ધરાવે છે.
માટે હું મિત્ર ! આવા વસંત ઋતુના મહિમાને લીધે દરેક દિશામાં કેાકિલાએ કલવર કરી રહી છે. તેમજ દરેક ઉદ્યાનામાં વિશેષ ગીત વાદ્યોના મધુર ધ્વનિ વિસ્તરી રહ્યા છે.
કામુક જના ઇચ્છા મુજબ નવા નવા વિલાસેા કરે છે. તરૂણ પ્રમદાએ યૌવનના મદમાં આંદોલન કરી રહી છે. પટહના ધ્વનિ બહુ વિસ્તારથી સંભળાય છે.
તરૂણ પુરૂષ મદ્યપાનમાં આસકત બની પ્રિયાને આનંદ આપે છે. પેાતાના પતિ જેમને સ્વાધીન હાય. છે એવી સ્ત્રીઓને અતિપ્રિય એવા આ વસંત સમયમાં ધર્મિષ્ટ લેાકેા યાત્રાઓ કરે છે.
માટે આ વૈતાઢયગિરિના સિદ્ધાલયેામાં શ્રીજિનેન્દ્રભગવાનની ભક્તિ માટે ખહુ ઉત્સાહપૂર્વક આ દેવા આવ્યા છે. તે સાંભળી મેં કહ્યુ કે, હે મિત્ર ! જો એમ હાય તા ચાલેા આપણે પણ તે સિદ્ધાલયેામાં શાશ્વત એવી શ્રીસ જ્ઞ ભગવાનની પ્રતિમાઓને ભક્તિપૂર્વક વંદના