________________
૮૪
સુરસુંદરી ચરિત્ર પ્રતિબંધ આપ્યા કરે છે, વળી જેણે પૂર્વ અને પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશ કર્યો છે, તેમજ જેણે મધ્યભાગમાં રહીને ખલ પુરુષની માફક ભરત ક્ષેત્રના બે વિભાગ કર્યા છે,
વળી બહુ વિશાલ દક્ષિણ અને ઉત્તર નામે બને શ્રેણીઓના વિભાગ વડે સુશોભિત અને સર્વ સમૃદ્ધિનો નિવાસભૂત એ વૈતાઢય નામે પર્વત છે. પવનગતિ વિદ્યાધર
તેની દક્ષિણ શ્રેણીમાં વિદ્યાધરોના પરિવારથી પરિ. પૂર્ણ, અંદર ભ્રમણ કરતી અનેક અપ્સરાઓનાં ઝાંઝરના ઝણકારનાદથી વાચાલિત, વળી ઉન્નત મકરાકાર તરણે વડે ઉત્તમ પ્રકારે ભાયમાન છે સુંદર દ્વારા પ્રદેશ જેમના, એવાં અનેક મંદિરોથી નિરંતર અપુર્વ શેભાને પ્રગટ કરતું અને ત્રણ લોકની સમગ્ર લક્ષ્મીનું મુખ્ય સ્થાનભૂત રત્નસંચય નામે નગર છે.
જેની અંદર સમસ્ત નગરના ગુણે નિવાસ કરે છે. વળી જે નગર હંમેશાં નરનારીઓના સમુદાયને આનંદ આપે છે. તેમજ જે નગરમાં બહુ પ્રકારના સેંકડો તથા હજારો વિદ્યાધરો નિવાસ કરે છે, એવા તે નગરમાં સર્વ ગુણેને આધારભૂત પવનગતિ નામે વિદ્યાધરેંદ્ર રહે છે.
- તેમજ વિજ્ઞાન અને વિનયમાં પિતાના પતિ ઉપર અત્યંત પ્રેમાળ સ્વભાવવાળી અને પિતાના સ્વાભાવિક